જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

સંચાલકશ્રીનો સંદેશ

ગાંધીજીએ માત્ર 1H ના બદલે 3H ની કેળવણીની યોજના દેશ સમક્ષ મૂકી હતી. 3H એટલે હાર્ટ, હેડ એન્ડ હેન્ડ. એટલે કે બુદ્ધિ, હૃદય અને હાથ-પગ - એમ ત્રણેય અંગોનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. અમે શિક્ષણમાં ગાંધીવિચાર અને ગ્રામાભિમુખ અભિગમનો સમન્વય કરી વિદ્યાર્થીઓને પાયાની કેળવણી મળે તેવો પ્રયત્ન કરીએ છીએ.

ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. "સાચું ભારત આજે પણ ગામડામાં વસે છે" એ ગાંધીજીનું વિધાન આજે પણ એટલું જ સાચું છે. વિદ્યાર્થીઓની ગામડાઓ પ્રત્યેની અભિરુચિ વધે અને વિદ્યાર્થીઓ સમાજજીવન પ્રશ્નોમાં રસ લેતા થાય તે પ્રકારની તાલીમ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. લોકોનું દુ:ખ જાણવા કરતા લોકોનું દુ:ખ દુર કરવામાં જ સાચી સમાજસેવા છે.

- યજ્ઞેશભાઈ શુક્લ