જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

મુખ પૃષ્ઠ - જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય

ગાંધીવિચાર આધારિત ગ્રામસમાજનું નિર્માણ થાય તેવા આશયથી પૂ. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી ૧૯૪૮ના વર્ષે સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ, ગઢડા (સ્વા.)ની સ્થાપના કરવામાં આવી હતી. મસ્તિષ્ક, હૃદય અને હાથ-પગની કેળવણી દ્વારા ગામડાના ગરીબ લોકોમાં નૈતિક, શૈક્ષણિક અને ભૌતિક મૂલ્યોને પ્રોત્સાહિત કરે તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી તે સંસ્થાનો ધ્યાન મંત્ર છે. સંસ્થાની સ્થાપના વિશિષ્ટ વ્યક્તિ, વિશિષ્ટ સંજોગો અને વિશિષ્ટ પ્રવૃત્તિ અર્થે થયેલ છે.